| પોતાની આગવી સ્ટાઇલ માટે મશહૂર સોનમ કપૂરનું કહેવું છે કે તે તેની આત્મકથા લખવા માંગે છે. ખાલિદ મોહમ્મદે લખેલા ‘ટુ મધર્સ એન્ડ અધર સ્ટોરીઝ’ પુસ્તકના વિમોચન પ્રસંગે સોનમ કપૂરે કહ્યું, ‘હું હજી ઘણી નાની અને અનુભવહીન છું. હું નથી જાણતી કે મારી પાસે લખવાની પ્રતિભા છે કે કેમ. પણ એક દિવસ હું જરુર મારી આત્મકથા લખીશ. જોકે, તેમ કરવાને હું લાયક છું કે કેમ તે હું હાલ નથી જાણતી.’તેણે કહ્યું, ‘જો હું આત્મકથા લખીશ,... |