| સાહેબ આવી માંગણી? આવી માંગણી તો હોતી હશે? આપણે આવી માગણી એ પણ સહાય કરવાની? ઉપરથી હુકમ છે કે આને સાચવી લેવાનો પણ આવી માગણી માટે તે કાંઈ સહાય હોતી હશે? મારો આસિસ્ટન્ટ પંડ્યા ભારે ઉકળાટ ઠાલવી રહ્યો હતો. એ વખતે હું રાહત અને પુનઃવસન શાખામાં અધિકારી હતો. આમતો 2002 બાદ રાહત અને પુનઃવસનનું કામ પતી ગયું હતું. પણ કેટલાય રમખાણ પીડીતો માગણીઓ લઈને આવતા. પંડ્યા હજુ અકળાયેલો હતો, સાહેબ, આને આપણે આઠ સિલાઈના મશીન લઈ... |