| બુધવારે થયેલી ભારે બરફવર્ષાથી હિમાચલની રાજધાની શિમલા પર બરફની ચાદર છવાઈ ગઈ છે. મળેલા રિપોર્ટ મુજબ આ ભારે બરફવર્ષાથી ઘણા વિસ્તારોમાં વિજળી અને વાહનવ્યવહારની વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે.એકબાજુ આ ભારે બરફવર્ષાનો લોકો આનંદ માણી રહ્યા છે ત્યાં, એવા પણ સમાચાર છે કે, પાંચ લોકો તેનાથી મૃત્યુ પણ પામ્યા છે.ચારેયબાજુ બરફવર્ષાથી જાણે આખા વિસ્તારે બરફની સુંદર સફેદ ચાદર ઓઢી લીધી હોય, તેવાં મનમોહક દ્રશ્યો રચાયાં છે,... |