| દેશભરનાં સહેલાણીઓમાં રજાઓ ગાળવા માટે હોટ ફેવરિટ બનેલા સાસણ-સોમનાથમાં સહેલાણીઓનો સાગર ઉમટી પડ્યો છે. દિવાળી તેમજ બેસતા વર્ષની રજાઓ માણવા અહીં સહેલાણીઓનો રીતસરનો પ્રવાહ શરૂ થઇ ગયો છે. આ પંથકની હોટલ, ગેસ્ટ હાઉસ, ફાર્મ હાઉસમાં પ્રવાસીઓની સુવિધા સાચવવા હોટલોનો સ્ટાફ દોડાદોડી કરી રહ્યો છે. તો રોડ કાંઠે આવેલી ખુલ્લી વાડીઓમાં ઉતારો કરતા સહેલાણીઓ માટે તંબુ તણાઇ ગયા છે. અને તેમાં પ્રવાસીઓ ઉતરવા પણ લાગ્યા છે... |