| સુરિન્દરસિંહના પરિવાર પાસે ગિન્ની બાર એન્ડ રેસ્ટોરન્ટ છે. શરાબના કારોબારમાં તેમના પરિવારની દખલ નથી. ભાઈ હરભજનસિંહ શરૂઆતથી જ કુલવંત સાથે રહ્યા છે, આથી શરાબ અને રિયલ એસ્ટેટના કારોબારમાં તેમની દખલ છે. જોકે, હરભજનસિંહે પોતાની જાતને મુરાદાબાદ પૂરતી જ મર્યાદિત રાખી છે. હરભજનસિંહ ચઢ્ઢા પોન્ટી ચઢ્ઢાના કાકા તો હતા, ઉપરાંત પોન્ટીની પત્ની અને હરભજનની પત્નીઓ બહેનો છે. આથી, કાકા-ભત્રીજા વચ્ચે સંબંધો સારા રહ્યા... |