| ગાંધીનગર, સુરત, ભાવનગરમાં વેટ વિભાગે લોખંડના ૪૬ વેપારીઓ પર પાડેલા સામૂહિક દરોડામાં ૩૮.૦૯ કરોડનું બોગસ બિલિંગનું કૌભાંડ પકડાયું છે. વેટ અધિકારીઓએ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી પેટે ૨.૮૦ કરોડની સ્થળ પર જ વસૂલાત કરી છે જયારે સાત વેપારીના પાંચ વર્ષના ચોપડા જપ્ત કર્યા છે. ગાંધીનગરના શ્યામ શુકન કોર્પોરેશનમાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.૧૭મી મેથી અમદાવાદના ૪૦, ગાંધીનગરના ૩, ભાવનગરના બે અને સુરતના એક લોખંડના... |